શ્રીગૌડ જ્ઞાતિ આદ્યપક્ષ (૧૩૫) કાલોલની માહિતી
શ્રીગૌડ જ્ઞાતિ આદ્યપક્ષ (૧૩૫) નું મુખ્ય ગામ કાલોલ (જિ. પંચમહાલ) છે .
કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતાજી નું મંદિર, કાલોલમાં. સંવત ૧૯૩૭ (ઈ.સ. ૧૮૮૧)ના જેઠ કૃષ્ણ પક્ષ ૩ને દિવસે સંપુર્ણ થયું હતું. પ્રાણ પ્રતિષ્ઠા તે જ દિવસે કરવામાં આવી હતી.
શ્રીગૌડ જ્ઞાતિ આદ્યપક્ષ (૧૩૫)ના દશ ગામ છે (૧) કાલોલ (૨) કણજરી (૩) ગોત્રી (૪) ધોધંબા રાજગઢ (૫) નારણપુરા (૬) વડુ (૭) વડોદરા (૮) સાવલી (૯) સેવાસી (૧૦) સાતમણા.
જેતપુર, ભદ્રાવતી (ભાદરોલી), તથા વણસરા (વરસડા)માં આ ગામોમાં આપણી જ્ઞાતિના કુટુંબો રહેતાના હોવાથી આ ત્રણ ગામો કમી થયા અને જ્યાં આપણી જ્ઞાતિના કુટુંબો રહેતા હતા તે ત્રણ ગામો ઉમેરાયા - વડુ, નારણપુરા, વડોદરા.