ગુજરાત યુનિવર્સીટીના સાહિત્ય ભવનના સંસ્કૃત વિભાગના પ્રોફેસર પદેથી ૨૦૦૫ જૂનમાં નિવૃત્ત થઈ લગભગ ૧૧ વર્ષ સુધી ગુજરાતની પ્રસિદ્ધ સંશોધન સંસ્થા એલ.ડી.ઈન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડોલોજી, અમદાવાદમાં માનદ પ્રોફેસર તરીકે ડૉ. વિજય પંડ્યાએ સેવાઓ આપી. તેઓ પંચમહાલ જિલ્લાના કાંકણપુર ગામના વતની (જન્મ ૯ મે ૧૯૪૩) છે. શાળા શિક્ષણ લુણાવાડા, કાંકણપુરમાં પૂર્ણ કરી મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ (૧૯૬૦ થી ૧૯૬૪) લીધું. અભ્યાસકાળ દરમિયાન તેમણે દક્ષિણા ફેલાશિપ અને એસ.આર. ભંડારકર પ્રાઈઝ મેળલાં છે. જે બહુ ઓછા ગુજરાતીને પ્રાપ્ત થયાં છે. ૩૯ વર્ષની તેમની અધ્યાપકીય દીર્ઘ કારકિર્દી (માનદ્ પ્રોફેસર તરીકે બીજાં દસ વર્ષ) માં સ્નાતક, અનુસ્નાતક અને સંશોધન એમ સર્વ કક્ષાએ ગ્રામ વિસ્તારના, શહેરી અને યુનિ.ના સર્વ ક્ષેત્રના સેંકડો વિદ્યાર્થી ઓ તેમની પાસે ભણી ગંયા છે. તેમના માર્ગદર્શન હેઠળ ૧૫ વિધાર્થીઓએ પીએચ.ડી. અને ૨૯ વિધાર્થીઓએ એમ ફિલ. ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે લખેલા પુસ્તકો ની સંખ્યા પપ થી વધુ થવા જાય છે. આમાં ૪ અંગ્રેજી પુસ્તકો પણ છે. તાજેતરમાં પૂ. મોરારિબાપુ પ્રેરિત સંસ્કૃત સત્રમાં પ્રસ્તુત થયેલાં વ્યાખ્યાનોનું વિજય પંડ્યાએ સંપાદન કર્યું અને 'બહુશ્રુત' શીર્ષકથી ૧૦ વોલ્યૂમસમાં તેનું પ્રકાશન થયું. વિજ્ય પંડ્યાની વિદ્વત્તા ભરી કારકિર્દી માં એક લેન્ડમાર્ક ગણાય તેવું કાર્ય છે. ૨૦૧૦માં ભારતના રાષ્ટ્રપતિ મહોદય પ્રતિભા પાટિલે રાષ્ટ્રપતિ ભવનમાં તેમને સન્માનપત્ર અપીને સન્માનિત કર્યા છે. આ સન્માન માં રૂ. પાંચ લાખની ધનરાશિ, શાલ, પ્રમાણપત્ર અને ત્રણ દિવસ રાષ્ટ્રપતિ દ્વારા આતિથ્યનો સમાવેશ થાય છે. ૨૦૧૩માં (૯ જુલાઈ) ગુજરાત સરકારે રાજ્યનો ઉચ્ચતમ સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર અર્પી તેમનું બહુમાન કર્યું. જેરૂં રૂ. એક લાખની ધનરાશિ, શાલ અને સાઈટેશનનો સમાવેશ થાય છે. ૨૦૧૩માં (૨૧ ડિસેંબર) ઉત્તર પ્રદેશની રાજય સરકારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી અખિલેશ યાદવના હરને વિશિષ્ટ પુરરકાર અર્પણ કર્યો જેમાં રૃ. ૫૧,૦૦૦ ની ધનરાશિ, શાલ અને તામ્રપત્રનો સમાવેશ થાય છે. ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ રામકથાકાર પૂ. મોરારિબાપુ પ્રેરિત પૂર્વ આફ્રિકા (કેન્યા)ની સર્જકયાત્રામાં તેમની પણ સમાવેશ થયો છે. ગુજરાતની ત્રણ મુખ્ય સાહિત્ય સંસ્થાઓ : ગુજરાતી સાહિત્ય પરિષદ, સંસ્કૃત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમનાં ૩ 'તત્વમસિ', 'સંસ્ક્રીત ટેક્સયુઅળ કિંટીસીઝમ’ અને વાલ્મીકિ રચિત સુંદરકાંડ'નો અનુવાદ પુસ્તકો ને અનુક્રમે પુરસ્કૃત કર્યા છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થા એ તેમને શાસ્ત્ર ચૂડામણિ પ્રોજેક્ટ અર્પિત કર્યો (૨૦૦૬ - ૨૦૦૯) તાજેતર માં આપને સોમનાથ ટ્રસ્ટ વેરાવળ દ્વારા સુવર્ણ ચંદ્રક અર્પણ કરાયો છે અને લંડનમાં પૂ. રારિબાપુ સાથે રામકથામાં આમંત્રણ અને ત્યાં વ્યાખ્યાન પણ આપેલ. તાજેતરમાં તેઓને Emeritus Professor તરીકે યુ.જી.સી.એ માન્યતા આપી, કેલોરેક્સ યુનિવર્સિટીમાં નિયુક્તિ પામ્યા છે. ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ...!
સમાજના બધા હીરોઝ પર પાછા જાઓ