આદરણીય "શ્રી" પરિજનો,

આપણા સમસ્ત શ્રીગૌડ સમાજ-ગુજરાત [રજી.નં.એ/3352/અમદાવાદ] ના વહીવટીય ટ્રસ્ટી પદાધિકારી/સદસ્યો નો કાર્યકાળ જાન્યુઆરી 2026 માં સમાપ્ત થાય છે. અતઃ આગામી સમય [મુદત] પર્યંત ટ્રસ્ટ ના વહીવટ માટે, ટ્રસ્ટી મંડળ સદસ્યો ની વરણી/ચૂંટણી પ્રક્રિયા ના પ્રારંભ સ્વરૂપે તથા તત્પશ્ચાત આનુષંગિક કાર્યવાહી અર્થે ત્રણ(3) સભ્યોની એક ચુનાવ સમિતિ નું ગઠન કરવામાં આવ્યું છે; જેમાં શ્રી કુમુદચંદ્ર એ દવે [મો.નં. 9825510792], શ્રી પ્રશાંતભાઇ પી. જોશી [મો.નં.9825552927], અને શ્રી. રાજેશભાઇ એસ. પંડ્યા [મો.નં.9998716577] નો સમાવેશ છે. જરૂરી જણાય તો આપ કોઈ પણ એક સદસ્ય નો સંપર્ક કરી ને આપનું સમાધાન પ્રાપ્ત કરી શકો છો.

ચૂટણી પ્રક્રિયા નું જાહેરનામું તથા ચૂટણી સદસ્ય માટેનું ઉમેદવારી ફોર્મ આ સાથે સામેલ PDF FILE ખોલી ને મેળવી શકશો, અને સૂચવ્યા મૂજબ નિશ્ચિત કરેલ નિયમો ની પૂર્તિ સહ યોગ્ય પ્રકારે ફોર્મ ભરી ને, જણાવેલ શરનામે, સમય મર્યાદા અંતર્ગત મોકલી શકશો.

ઉમેદવાર ₹500/NON-REFUNDABLE DEPOSIT નીચે બતાવેલ પ્રક્રિયા થી જમા કરાવી શકશે.
1] બેન્ક એકાઉન્ટ
સમસ્ત શ્રીગૌડ સમાજ, ગુજરાત,
એકાઉન્ટ નંબર:-30121839092
બેન્ક: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા,
બ્રાન્ચ:પ્રગતિનગર [08053]
IFS CODE :- SBIN0008053.
2] સમાજના બેન્ક એકાઉન્ટનો ક્યુઆર કોડ સ્કેન કરીને AS ATTACHED HEREWITH

પેમેન્ટ નો SCREENSHOT અને ઉમેદવારી ફોર્મ બંને સાથે ATTACH કરી ચુનાવ અધિકારીને ફોર્મ સાથે, ફોર્મમા નિર્દેશિત શરનામે અવશ્ય મોકલવું.

આપના સહકાર ની અપેક્ષા સહ, આપની સહાય માં સદૈવ તત્પર અમો.
* કુમુદચંદ્ર એ દવે,
* પ્રશાંતભાઇ પી જોશી
* રાજેશભાઇ એસ પંડ્યા