શ્રીમાન, સર્વે હોદ્દેદારો, કારોબારી સભ્યો, આમંત્રિત સભ્યો, ટ્રસ્ટીઓ,
સમસ્ત શ્રીગૌડ સમાજ – ગુજરાત, અમદાવાદની કારોબારી સમિતિ (Executive Committee)ની બેઠક તા.૨૯/૦૯/૨૦૧૯, રવિવારના રોજ સવારના ૧૦.૩૦ કલાકે સી-૨૧૨, દેવ ઓરમ, આનંદનગર ચાર રસ્તા, મારૂતિનન્દન કાઠીયાવાડી રેસ્ટોરન્ટની પાછળ, પ્રહલાદનગર રોડ, અમદાવાદ ખાતે નીચેના કામકાજ માટે મળશે. સર્વે સભ્યએ સમયસર ઉપસ્થિત રહેવા વિનંતી છે. આપની ઉપસ્થિતિની અનુકૂળતા પ્રમુખશ્રી/મંત્રીશ્રીઓ ને અચૂક જણાવવા વિનંતી છે.
- કાર્યસૂચિ -
1. તા.૨૮/૦૭/૨૦૧૯ ના રોજ મળેલ કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઇ
મંજૂર કરવા બાબત.
2. કારોબારી સભ્યોની નિમણૂંક કરવા બાબત,
3. ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટીઓ ની નિમણૂંક કરવા બાબત,
4. તંત્રીમંડળનું પુનઃ ગઠન કરવા બાબત,
5. પ્રમુખશ્રીની મંજૂરીથી જે રજૂ થાય તે મુદ્દાઓની વિચારણા કરવા બાબત.
બેઠક પૂર્ણ થયા પછી સાથે ભોજન લઈને છુટા પડીશું.
બધા પ્રસંગો પર પાછા જાઓ