sub_banner-1

પ્રવાળીયા પક્ષ

શ્રીગોડ (પ્રવાળીયા) પક્ષ ઘણા વર્ષોથી સમસ્ત શ્રીગોડ સમાજ ના ઘટક પક્ષ તરીકે સંકળાયેલો છે. શ્રીગોડ પ્રવાળીયા પક્ષની વ્યવસ્થાના ઇતિહાસની આછી પાતળી માહિતી રજુ કરતા હર્ષ અનુભવીએ છીએ.

 

શ્રીગોડ પ્રવાળીયા પક્ષના મૂળ વાગડ રાજસ્થાન વાંસવાડા, ડુંગરપુર પ્રદેશથી માઈગ્રેન થઈ ગુજરાતમાં પોતાના વ્યવસાય માટે આવ્યા. (પ્રવાળ-મોતી) વગેરેનો વેપાર કરનાર પ્રવાળીયા શ્રીગોડ કહેવાય. તેમ મણિલાલ ગોપાળજીએ ગૌડ બ્રાહ્મણના ઈતિહાસમાં જણાવેલ છે.

 

આ વિભાગ ગામ - મહેમદાવાદ, મહુધા, ઉમરેઠ, કપડવંજ, વાડાસીનોર, લુણાવાડા, છારા, વિજાપુર, પ્રાંતિજ, પેથાપુર, વેજલપુર, મોડાસા, ડુંગરપુર, વાંસવાડા, નંદરબાર, સોનગઢ વગેરે છે. .

 

હાલ ધંધા વ્યવસાય અર્થે કેટલા અમદાવાદ, વડોદરા, ડુંગરપુર, ગાંધીનગર, નડિયાદ, મુંબઈ તેમજ પરદેશમાં વસ્યા છે. આ પક્ષે સારી ઉન્નતિ કરી છે. પ્રવાળીયા શ્રીગોડ પક્ષ તંબોળી બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. ડુંગરપુર(રાજસ્થાન) કુળદેવી શ્રીમહાલક્ષ્મી માતાજી નું શિખરબંધી વિશાળ મંદિર છે. ત્યાં નવરાત્રિ-દિવાળી તહેવાર ઉજવાય છે તથા ભાદરવા સુદ આઠમ(રાધાષ્ટમી) માતાજી ની ધામધુમથી (રવાડી) પાલખી નીકળે છે. અન્નકૂટ કરવામાં આવે છે તેમાં જ્ઞાતિજનો લાભ લે છે.

 

છેલ્લા ૮૫ વર્ષથી શ્રીગોડ પ્રવાળીયા પ્રકાશ મંડળ અમદાવાદમાં કાર્યરત છે. ૨જી. ટ્રસ્ટ છે. “વિલાસબેન કનકરાય પંડ્યા ભુવન” ભુલાભાઈ પાર્ક, ગીતામંદિર રોડ, અમદાવાદ માં ત્રણ માળ નું મકાન જેમાં સુકલા હોલ તથા કમળાબેન હોલ છે. જેનો સમાજ ઉપયોગ કરે છે જેમાં સુકલા હોલ એ. સી. હોલ છે.

 

મંડળ તરફથી જુદા જુદા ફંડો ચાલે છે. તેના વ્યાજમાંથી જ્ઞાતિના જરૂરિયાતમંદને આજીવીકા સહાય, કેળવણી સહાય, સ્કોલરશીપ, મેડીકલ સહાય તથા બીજા અન્ય કાર્યો પણ થાય છે. દિવાળી જ્ઞાતિ મિલન સમારંભ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે. વળી જ્ઞાતિ ૧૦૦% સાક્ષર છે. સમાજમાંથી ઘણા સરકારી નોકરીમાં મોટી પદવી પરથી રીટાયર્ડ થયા છે.

 

સમસ્ત શ્રીગૌડ સમાજની રચનામાં જ્ઞાતિ ના વડીલો જેવા કે શ્રી મુકુંદરાય પંડ્યા, શ્રી ધીમંતરાય પંડ્યા, શ્રી વિષ્નુપ્રસાદ પરમાનંદ જોષી, શ્રી વિજયશંકરજી ભટ્ટ, શ્રી વિરેન્દ્રભાઇ પંડ્યા, શ્રી સુધાકર પંડ્યા, શ્રી અમરીશભાઈ ભટ્ટ, શ્રી દિલીપભાઈ કા. ભટ્ટ, શ્રી યશેષભાઈ શા. ભટ્ટ, શ્રી ઉપેન્દ્ર ભાઈ ભટ્ટનો ફાળો અગત્યનો છે. શ્રીગૌડ સમાજનું આમુખ "શ્રીગોડ જાગૃતિ” પ્રવાળીયા સમાજના શ્રી મુકુંદરાય સી. પંડ્યાની ઓફિસ(ગાઈડન્સ બ્યુરો) લાલ દરવાજા નો શરૂઆતમાં મહત્તમ ફાળો હતો. આ બાબત સમાજમાં ઘણા લોકોને જાણ નહિ હોય.

 

હાલમાં શ્રીગોડ પ્રવાળીયા પ્રકાશ મંડળના હોદ્દેદારો કી.વા. મંડળ ઘણા ઉત્સાહી છે. સમાજની સેવા કરે છે. તાજેતરમાં જ્ઞાતિના યુવાન કાર્યકર પ્રમુખ શ્રી મુકુલરોય પંડ્યાના અવસાનથી નવા પ્રમુખ શ્રી સુનીલભાઈ ભટ્ટ યુવાન ઉત્સાહી છે.