ધોળકીયા પક્ષના બ્રાહ્મણો મૂળ સિધ્ધરાજ સોલંકી ના વખતમાં તેમજ તે અગાઉ આવેલા છે અને તેમનો વસવાટ ધોળકા શહેર તેમજ તેની આજુબાજુ ના ગામોમાં હતો. એટલે તે નામથી તેઓ ઓળખાય છે. ધોળકામાં વસતા શ્રીગૌડ બ્રાહ્મણો ધવલપક્ષ તરીકે ઓળખાતા પણ જયારે તે બહાર નીકળ્યા ત્યારે ધોળકિયા તરીકે ઓળખાયા.
સોલંકી વંશના અસ્તકાળ પછી તેઓ સ્થળાંતર કરીને પંચમહાલ જિલ્લામાં આવીને વસેલા છે. તેઓને લુણાવાડા, બારીયા વગેરે દેશી રજવાડાના રાજાઓએ આશ્રય આપ્યો હતો. આ પક્ષનો સમાવેશ ૮૩૫ ની સંખ્યામાં થાય છે. આશરે ૨૦ ગામ છે અને લગભગ ૨૦૦ ઘર છે.
છપ્પન છત્રી એટલે ડાકોર, ઓડ,ઢુણાદ્રા, મહુવા વગેરે ગામોના ન્યાત મેળાવાનો સ્વીકાર આપવાનો હક કાંકણપુરના ધોળકિયા ને આવેલો છે. જેના નામથી મેળાવો થયેલો હોય છે તેને 'નામધારી" કહે છે. શુભ પ્રસંગે ન્યાત તેડવામા આવે તેને "હર્ષ મેળાવો" કહે છે.