sub_banner-1

ગૃહસ્થ પક્ષ મોટું તડ

લુણાવાડાના જુના શ્રીગૌડના ૨૦૦ ઘરનો જથ્થો જેઓ સ્થાયી રહ્યા તેઓ ગૃહસ્થ પક્ષ મોટા તડ ના નામે ઓળખાયા. જુના શ્રીગૌડ ના મોટાં સેન્ટરો.... લુણાવાડા, શહેરા, કાંકણપુર, જેઠોલી, રમોસ વિગેરે પણ વખત જતાં જ્ઞાતિબંધુઓ નોકરી-ધંધા માટે બહાર નીકળતા થયા, અને અમદાવાદ,વડોદરા, મુંબઈ એમ સ્થાયી વસવાટ કર્યો અને તે મોટાં સેન્ટરો લગભગ ખાલી થઈ ગયાં.
 
ફક્ત લુણાવાડા જુના શ્રીગૌડ ચાલીસ જ્ઞાતિએ પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. લુણાવાડામાં જીર્ણ ગૃહસ્થ પક્ષ (મોટું તડ ) તરફથી શ્રીગૌડ વિદ્યોત્તેજક મંડળ ઘણા વખતથી કામ કરી રહ્યું છે. મંડળનો મુખ્ય ધ્યેય કેળવણીને ઉત્તેજન આપવાનુ છે. લુણાવાડા ચાલીસ ની કૌટુંબિક ડીરેક્ટરી બની છે અને લુણાવાડા બહાર વસતા ચાલીસના જ્ઞાતિબંધુઓની પૂર્ણ યાદી બનાવી છે. મોટાભાગનાં કુટુંબ અમદાવાદ માં વસે છે. જેનું એક બહુ મોટુ સંમેલન હમણાં ગત બીજી ડીસેમ્બરે ૨૦૧૮, અમદાવાદ ના રહીશ જ્ઞાતિબંધુઓ ની કડી મહેનત થી અમદાવાદ મુકામે યોજાઈ ગયું.
 
હાલના લુણાવાડા ચાલીસ જ્ઞાતિના પ્રમુખ શ્રી હિતેશભાઈ જટાશંકર ભટ્ટ અને મંત્રી મહેશભાઈ કાન્તિલાલ ભટ્ટ બહુ જ સારુ સંચાલન કરી રહ્યા છે...
લુણાવાડામાં કુળદેવી મહાલક્ષ્મી માતા ના મંદિરે છેલ્લાં સાઠ-સીત્તેર વર્ષો થી વધુ સમય થી નવચંડી મહાયજ્ઞ દર ભાદરવાસુદ નુમ પર યોજાય છે અને બે ત્રણ દિવસના આ મહાલક્ષ્મી ઉત્સવ માં લુણાવાડા બહાર રહેતા બધાજ જ્ઞાતિબંધુઓ સેંકડોની સંખ્યામાં આવે છે.
 
અમદાવાદમાં 'ગૃહસ્થ પક્ષ મોટું તડ ' નું કોઇ મંડળ ન હોવાથી તા.૧-૧-૬૪ થી મંડળ સ્થાપવામાં આવ્યું. તેના પ્રથમ પ્રમુખ તરીકે શ્રી કૃષ્ણદેવ દલપતરામ પાઠક (કાંકણપુર) અને ઉપપ્રમુખ તરીકે શ્રી નંદશંકર ગીરજાશંકર ભટ્ટ (લુણાવાડા) અને શ્રી મંત્રી તરીકે શ્રી રમણલાલ ગણપતરામ ત્રિવેદી (મધવાસ) નીમવામાં આવ્યા. અત્યારે આ મંડળ અંગે કોઈ માહિતી નથી. લુણાવાડા ના રહેવાસી અને ગૃહસ્થ પક્ષ મોટા તડના શ્રી જટાશંકર પંડ્યા ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય ચૂંટાયા હતાં.