નામ :-દિવાકર કે. શુક્લ ( રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષક અને હાસ્ય કલાકાર ).
અભ્યાસ :- એમ.એ., બી.એડ઼. (નિવૃત શિક્ષક).

વિશિષ્ટ સિદ્ધિઓ • વર્ષ – ૨૦૧૮ નવી દિલ્હીની સંસ્થા દ્વારા રાજીવ ગાંધી એજ્યુકેશન એકસેલન્સ એવોર્ડ મેળવેલ છે.

• વર્ષ – ૨૦૧૦ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવેલ છે.

• વર્ષ – ૨૦૦૭ એર ઈન્ડિયા, મુંબઈ દ્વારા શિક્ષકો માટેનો બોલ્ટ એવોર્ડ (બોડ આઉટલુક લર્નર ટીચર) ભુ. પુ. મુખ્ય સચિવશ્રી પી. કે. લહેરી ના હસ્તે.

• વર્ષ – ૨૦૧૨ ઈન્ટરનેશનલ એસોસીઐશન ઓફ લાયન્સ કલબ, વડોદરા દ્વારા શ્રેષ્ઠ શિક્ષક્નો એવોર્ડ મેળવેલ છે.

• વર્ષ – ૨૦૦૮ રોટરી કલબ, ગોધરા દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ.

• વર્ષ – ૨૦૦૭ લાયન્સ કલબ, ગોધરા દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ.

• વર્ષ – ૨૦૦૨ રાજ્ય વનવિભાગ, ગાંધીનગર દ્વારા યોજાયેલ અખિલ ગુજરાત વન્ય પ્રાણી કિવઝમાં રાજ્ય કક્ષાએ તૃતીય નંબરે વિજેતા.

• વર્ષ – ૨૦૧૭ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા અમદાવાદ ખાતે બ્રહ્મગૌરવ એવોર્ડથી સન્માનિત.

• વર્ષ – ૨૦૧૮ સ્ટેગ્યુ ઓફ યુનિટી અંતર્ગત વડોદરા જિલ્લાના ગામોમાં ૧૦ દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો કરેલ.

હાસ્ય કલાકાર તરીકે : - ઈ ટી.વી. ગુજરાતી, ઝી ટી.વી. ગુજરાતી તથા દૂરદર્શન ઉપર હાસ્યના કાર્યક્રમો રજૂ કરેલ છે.

રેડિયો કલાકાર તરીકે : - ૨ રૂપકો (૧) ગામડુ બોલે છે અને (૨) ગુજરાતનું લોકનૃત્ય ગરબો - આકાશવાણી ગોધરા કેન્દ્ર પર ઉપરાંત આકાશવાણી અમદાવાદ - વડોદરા તથા ગોધરા કેન્દ્ર પર અનેક વાર્તાલાપ રજૂ કરેલ છે.

માહિતી કચેરી દ્વારા આયોજીત સરકારશ્રી ની કલ્યાણકારી યોજના, કારકિર્દી માર્ગદર્શન તથા જનજાગૃતિ કાર્યક્રમોમાં તજજ્ઞ વક્તા તરીકે કામગીરી કરેલ છે.

છેલ્લા ૩૦ વર્ષથી ગ્રામ્ય, પછાત અને આદિવાસી વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી દાન મેળવી નોટબુકો, ચોપડા અને ધાબળાનું વિતરણ કરેલ છે.

સમસ્ત બ્રહ્મસમાજ, ગોધરા એકમમાં છેલ્લા ૧૫ વર્ષથી કારોબારી સભ્ય તરીકે સેવા બજાવું છું.