પરિવાર જનો, જયશ્રી કૃષ્ણ.આ સાથે, ફાયનલ કમીટીના સભ્યો દ્વારા પસંદગી પામેલા મહાનુભાવોનુ એક ફાઇનલ લીસ્ટ મુકી રહ્યો છું. અને તેઓના નામ સામે તેઓ કઇ કેટેગરી માં એવોર્ડ જીત્યા છે તે પણ આપ સૌની જાણ માટે.

આ તમામ મહાનુભાવોને ગુજરાતના દરેક શહેર માંથી અને મુંબઈ થી આમંત્રિત 400 થી વધુ શ્રી પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં, આપણા સમાજના હોદ્દેદારો અને કારોબારીના સભ્યો દ્વારા અપીલ કરવામાં આવશે.

(૧) ડૉ.વિજય પંડ્યા-શિક્ષણ સંસ્કાર
(૨) શ્રી રમેશભાઈ પંડ્યા-ધર્મ અને આધ્યાત્મિક
(૩) ડૉ. શીલીન શુક્લ- આરોગ્ય
(૪) શ્રી રઘુભાઈ જોશી- સામાજિક સેવા
(૫) શ્રી જીજ્ઞેશ ભાઈ પાઠક-જાહેર જીવન માં ફાળો
(૬) ડૉ મેહુલ પંડ્યા- વિજ્ઞાન અને ટેકનોલોજી
(૭) શ્રી તન્મય વ્યાસ - સંગીત
(૮) મેજર ઉપેન્દ્ર ભાઈ પાઠક-રાષ્ટ્ર સુરક
(૯) સુ.શ્રી ઇન્દુબેન ભટ્ટ- આત્મસન્માન અને દ્રષ્ટાંત રુપ જીવન
(૧૦) શ્રી દિવાકર ભાઈ શુક્લ- કલા ક્ષેત્ર
(૧૧) ડૉ.નિરંજન દેવાશ્રયી- સંશોધન અને માનવ વિકાસ

આ ખૂબજ ટૂકા સમયમાં કરેલા આયોજન બાદ પણ અમદાવાદ, વડોદરા, ગોધરા અને લુણાવાડા-શહેરના આપણા સમાજના નેત્રુત્વ અને આગેવાનોએ એકજૂથ થઇ, અદ્ભુત સહકાર આપી આ કાર્યક્રમ શક્ય બનાવ્યો છે.

વર્ષ 2019-20 માં પણ અમારો પરિવાર યજમાન બની, વધુ સારો પ્રસંગ કરીએ અને વધુ કેટેગરીઝ ઉમેરીએ તેવી અભિલાષા છે. કૈલાશ, આરતી અને અતુલ પંડ્યા વડોદરા