શ્રી સમસ્ત શ્રીગૌડ સમાજ, ગુજરાતની વાર્ષિક સામાન્ય સભા તા. ૦૧/૦૫/૨૦૨૨, રવિવારના રોજ રાખવામાં આવી છે. શ્રી સમસ્ત શ્રીગૌડ સમાજ, ગુજરાતના નોંધાયેલા સભ્યોને આ મીટીંગમાં હાજર રહેવા હાર્દિક આમંત્રણ છે.
- એજન્ડા -
(૧) સમાજના દિવંગત સભ્યોને શ્રધ્ધાંજલિ.
(૨) પ્રમુખશ્રીનું સ્વાગત પ્રવચન.
(૩) મંત્રીશ્રી નો અહેવાલ.
(૪) કોષાધ્યક્ષ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧ના હિસાબોની રજૂઆત અને ટ્રસ્ટી મંડળ કારોબારીએ પાસ કરેલ હિસાબોની બહાલી આપવા બાબત.
(૫) " સરકારશ્રી (ચેરીટી કમિશ્નરશ્રીની કચેરી)ના હુકમ થયેથી સમસ્ત શ્રીગૌડ સમાજ (ગુજરાત) ટ્રસ્ટ નોંધણી નંબર : એ/૩૩૫૨/અમદાવાદના વહીવટ અને સંચાલન માટે ઘડેલ સ્કીમ અન્વયે કુલ ૧૫ ટ્રસ્ટીઓ પૈકી હુકમમાં જણાવેલ ૧૦ (દસ) પ્રથમ ટ્રસ્ટીઓની ૫ ( પાંચ) વર્ષની મુદત માટેની નિમણૂંક અને ટ્રસ્ટી મંડળ એ કરેલ પ્રમુખ/મંત્રી/ખજાનચી ની નિમણૂંક રહેશે. હવે જે ખાલી પડેલ જગ્યા (૧ અવસાનથી + ૫ ખાલી ) માટે વાર્ષિક સાધારણ સભામાં નિમણૂંક કરવામાં આવશે (કો-ઓપ્ટ કરવા) જેની મુદત સરકાર ના ઓર્ડર થયેથી નક્કી કરેલ મુદત સુધીની રહેશે. "
સમસ્ત શ્રીગૌડ સમાજ - (ગુજરાત) ની ટ્રસ્ટી મંડળ, કારોબારી સભ્યો, તંત્રીમંડળ અને આમંત્રિત સભ્યોની તા.૦૬/૦૩/૨૦૨૨ ની બેઠકમાં થયેલ ઉપરોક્ત ઠરાવને બહાલી આપવી.
(૬) ટ્રસ્ટી મંડળ અને કારોબારી સમિતિએ મંજૂર કરેલ બંધારણ (યોજના) માં સંસ્થાના ઉદેશો અને સમાજના અગાઉના બંધારણને અનુરૂપ ફેરફાર કરવા બંધારણના સુધારાઓ મંજૂર કરવા બાબત.
(૭) ખાલી થયેલ ૬ (છ) ટ્રસ્ટીઓની નિમણૂંક.
(૮) સામાજિક સુરક્ષા યોજનાની સૈધ્ધાંતિક મંજૂરી આપવા બાબત.
(૯) ઉચ્ચ અભ્યાસક્રમમાં ઉચ્ચતમ ગુણ મેળવનારને આપવામાં આવતા ચંદ્રક / પારિતોષિક / મેડલની નીતિની સમીક્ષા કરવા બાબત.
(૧૦) સને ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ના હિસાબો માટે સી.એ. ની નિમણુંક.
(૧૧) પ્રમુખશ્રીની મંજુરીથી રજુ થનાર બાબત.
(૧૨) આભારવિધી.
મિટિંગ નું સ્થળ:
ધરતી વિકાસ મંડળ, વિજયનગર પેટ્રોલ પંપની સામે, નારણપુરા, અમદાવાદ.
મિટિંગ ની તારીખ : ૦૧-૦૫-૨૦૨૨
મિટિંગ નો સમય : સવારે ૧૦.૦૦ થી ૧૩.૦૦ સુધી
કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ લંચની વ્યવસ્થા રાખેલ છે.
યોગેશ શુક્લ
મંત્રી
તા.ક. સામાન્ય સભામાં આજીવન સભ્યશ્રીઓ જ હાજર રહી શકે છે અને મત આપી શકે છે.
Back to All Event