જે જે સ્થળોએ જે જે જ્ઞાતિઓએ વસવાટ કર્યો, તે તે સ્થળના નામ ઉપરથી તે જ્ઞાતિ ઓળખાવા લાગી; આ નિયમ પ્રમાણે આ પક્ષના શ્રીગૌડ બંધુઓએ મૂળ કાશ્મીરનું નામ રાખી " કાશ્મીરિયા પક્ષ " તરીકે ઓળખાવા લાગ્યા.
આ પક્ષ "૨૦૦ ઘરના સમૂહ" તેમજ " કાશ્મીરિયા બસો" ના નામથી ઓળખાય છે. આ પક્ષના બ્રાહ્મણોની વસ્તી ખાસ કરીને મધવાસ, વીરપુર, શહેરા, ગોધરા, લુણાવાડા, કાકંણપુર, કાંટડી, દેવગઢ બારીયા, કાલોલ, ડાકોર, અમદાવાદ, વડોદરા વગેરે શહેરોમાં છે.
ગુજરાતના શ્રીગૌડ બ્રાહ્મણો યજુર્વેદી માધ્યંદિની વાજસનેયી શાખાના છે. કુળદેવી મહાલક્ષ્મીનાં મંદિરો મધવાસ, શહેરા તથા ડાકોરમાં શ્રી બાલબ્રહ્મચર્યાશ્રમ માં છે. આ પક્ષના શહેરા નિવાસી શ્રી બાલકૃષ્ણ મહારાજશ્રીએ ડાકોરમાં બાલબ્રહ્મચર્યાશ્રમની સ્થાપના કરી. વીરપુરના નિવાસી શાસ્ત્રીજી ચંન્દ્રશંકર રણછોડલાલે ગીતાના ઉપદેશથી તેમનાં પ્રશંસકો પાસેથી ભંડોળ ઉભું કરી અમદાવાદમાં સાંકડીશેરીમાં સમસ્ત શ્રીગૌડ સમાજના વિધ્યાર્થીઓ માટે એક છાત્રાલય કાઢયું છે.