શ્રીગૌડ મિત્ર મંડળ ટ્રસ્ટ, વડોદરા મંડળનો વાર્ષિક સાધારણ સભા, સ્નેહ મિલન, વડીલોના સન્માન તેમજ ઇનામ વિતરણ સમારંભ.

તારીખ: 17/11/2019, રવિવારના રોજ સાંજના 4:30 કલાકે.
સ્થળ: કાઠિયાવાડી ખડકી, ઇનોક્સની સામે, ઈલોરા પાર્ક, વડોદરા.

સૌને વિનંતી કે જમણવારના પાસ શનિવાર સુધીમાં લઈ લેવા જેથી અમોને આયોજનમાં સરળતા રહે.
સમયસરસ આવી અને સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે.
સમારંભ નિયત સમયે ચાલુ થઇ જશે જેની ખાસ નોંધ લેશો.
પાસ નીચે જણાવેલ પાસેથી મેળવી લેવા.

(1) જયેન્દ્ર દવે પ્રમુખ M. 9429426223
(2) મનોજકુમાર શુક્લ મંત્રી M. 9909921403
(3) આશિત શુક્લ M. 9427112666
(4) કિરીટભાઈ શુક્લ M. 9427365313

જય મહાલક્ષ્મી માતાજી



-: સાધારણ સભા(વાર્ષિક), સ્નેહ મિલન, 70 વર્ષની ઉપરના વડીલશ્રીઓના બહુમાન અને ઇનામ વિતરણ સમારોહનો અહેવાલ :-

શ્રી શ્રીગૌડ મિત્ર મંડળ ટ્રસ્ટ, વડોદરાના ઉપક્રમે તા. 17/11/2019 ને રવિવારે યોજાયેલ વાર્ષિક સાધારણ સભા, સ્નેહ સંમેલન, 70 વર્ષની વટાવી ચૂકેલ વડિલશ્રીઓના બહુમાન તેમજ 2019 માં લેવાયેલ વાર્ષિક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી /વિદ્યાર્થીનીઓને પુરસ્કૃત કરવાનો સમારોહ સફળતા પૂર્વક પુર્ણ થયો હતો.
માતાજીની સ્તુતિ અને દીપ પ્રાગટ્ય બાદ મંડળના પ્રમુખશ્રી જયેન્દ્ર દવે એ સ્વાગત પ્રવચન દ્વારા મહેમાનશ્રીઓ અને ઉપસ્થિત સૌ મંડળના પરિવારજનોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
મંડળની પ્રવૃતિઓ નો અહેવાલ મંત્રશ્રી મનોજભાઈ શુક્લ એ તેમજ 2018-2019 નો ઑડિટેડ હિસાબ શ્રી આસિતભાઈ શુક્લ એ રજુ કર્યો હતો જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો.

મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ શ્રી પ્રફુલભાઇ એ. દવે અને શ્રી જનકભાઈ એચ. પાઠક પ્રાસંગિક પ્રવચન દ્વારા મંડળની પ્રવૃતિઓને બિરદાવી હતી.
17 વડિલશ્રીઓનું શાલ ઓઢાડી ને બહુમાન કરવામાં આવ્યું હતું.
ધોરણ 12 અને ધોરણ 10 માં પ્રથમ આવનારને રજત ચંદ્ર અર્પણ કરવામાં આવ્યો હતો.
પ્લેગ્રુપથી માંડી સ્નાતક સુધીના દરેક વિદ્યાર્થી /વિદ્યાર્થીનીઓ કુલ 72 ઇનામો આપી બિરદાવવામાં આવ્યા હતાં.

સમગ્ર સમારંભનું સફળતા પૂર્વક સંચાલન શ્રીમતી સોનલબેન શુક્લ અને શ્રીમતી મીતુબેન શુક્લ એ કર્યું હતું, જયારે આભાર વિધિ શ્રી રાજીવભાઈ દવે એ કરી હતી.

જયેન્દ્ર દવે
પ્રમુખ