બધા પ્રસંગો પર પાછા જાઓ
શ્રી શ્રીગૌડ મિત્ર મંડળ ટ્રસ્ટ વડોદરા ( રજી. નં. 2980 ) ટ્રસ્ટી મંડળ દ્વારા ભાદરવા સુદ નોમ જે શ્રી મહાલક્ષ્મી માતાજીનો પ્રાગટ્ય અને આપણાં કુળદેવી તરીકે પ્રસ્થાપિત દિવસ માનવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે તા. ૦૭-૦૯-૨૦૧૯ ને શનિવારે નવચંડી યજ્ઞ પૂંજન નું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી મંડળના સૌ હોદેદ્દારો તેમજ મંડળના અન્ય સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી માતાજીના દર્શન અને મહાપ્રસાદનો ઉત્સાહ ભેર લાભ લઈ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સફળતા બદલ સૌ યજમાન તરીકે બિરાજમાન સભ્યો અને પધારેલ સૌ સભ્યોનો ટ્રસ્ટી મંડળ દ્વારા આભાર વ્યક્તિ કરવામાં આવ્યો હતો.