sub_banner-1

અન્ય પક્ષો

(૧) ખારોલા પક્ષ : ખારોલા (પંચમહાલ) ગામ ઉપરથી ખારોલા નામ પડ્યું છે. ખારોલા પક્ષ ના ખાસ કરી ને લીંગડા, વનોડા,શહેરા,જંત્રાલ,ડાકોર અને ખારોલ માં આવેલ છે. આ જૂથ ને નાના ગૃહસ્થ તડના તરીકે પણ ઓળખે છે.
 
(૨) ખરસોદીયા : ખરસોદ ગામમાં જે રહ્યા તે ખરસોદીયા શ્રીગૌડ બ્રાહ્મણ કહેવાયા.
 
(૩) સાતુદડીયા :- સાતુદડીયા પક્ષ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે. આ વિભાગની વસ્તી ૩૭૫ ઘરની ગણાય છે. સાત દળમાં વહેંચાયેલા હોવાને કારણે આ નામથી તેઓ ઓળખાય છે. અઢાર હજાર જુના પૈકી નવસહસ્યનાં હાલારી તડમાં સમાવેશ થાય છે. અને સતુદડીયા તડ ના નામ થી ઓળખાય છે. જે મોટા ભાગના સૌરાષ્ટ્ર ના નાના મોટા ગામોમાં રહે છે.
 
(૪) બત્રીસ પક્ષ : આ પક્ષ સેવાલિયા, સુંદરણા, અમદાવાદ, અમનપુર, ઓડ, કપડવંજ, કોશીંદ્રા, નીસરાયા, પલાણા,પેટલાદ વિગેરે ગામો છે. આ પક્ષના સભ્યો એ પોતાનું મંડળ ભેંટાસીમાં સ્થાપ્યું છે અને તે રજીસ્ટર કરાવ્યું હતું.