શ્રીગૌડ બ્રાહ્મણોને મહારાજા સિધ્ધરાજ જયસિંહે માળવા થી બોલાવી ને ખંભાતમાં વસાવ્યા હતા. તેથી બધા શ્રીગૌડ માળવી કહેવાયા.
જૂના અને નવા બેઉ પક્ષના શ્રીગૌડોની વસ્તી સારા પ્રમાણમાં હતી. અહીં મેતડવાળ શ્રીગૌડ બ્રાહ્મણ પણ થોડા પ્રમાણમાં વસતા હતાં. ત્રણે પક્ષના શ્રીગૌડો વિ.સં. ૨૦૨૦ ના જેઠ સુદ ૮ તા. ૧૭/૦૬/૬૪ ના રોજ એકત્ર થઈ ગયા. તે બધા "શ્રીગૌડ માળવી" નામથી ઓળખાય છે.
ખંભાત અને જંબુસર વચ્ચેનો સંબંધ વર્ષો પૂર્વેના છે. ખંભાત અને જંબુસર ગામનો વ્યવહાર મુખ્યત્વે દરિયાઈ માર્ગે પહેલાના વખતમાં હતો. ખંભાત- જંબુસર પક્ષના કુટુંબો મુખ્યત્વે ખંભાત, જંબુસર, અમદાવાદ, વડોદરા, હૈદ્રાબાદ, વગેરે શહેરોમાં વસવાટ કરે છે.જંબુસર માં આજે પણ શ્રીગૌડ ફળિયું છે. ખંભાત માં શ્રી મહાલક્ષ્મી માતાનું મંદિર છે.