sub_banner-1

ગૃહસ્થ સાડત્રીસ પક્ષ

ઘણાં વર્ષો પૂર્વે ખંભાત અને ખેડા જિલ્લાના બીજા ગામ મળીને એક જથ્થો હતો. તેમાં લગભગ ૩૭ ગામો હતા. તેથી તે "સાડત્રીસ" ના નામે ઓળખાયો. ઘણાં વર્ષો આ નામ પ્રમાણે ચાલ્યા બાદ કોઈ કારણસર ખંભાત સાથેનો બંધ ઓછો થઈ ગયો અને (૧) ખંભાત તથા (૨) બીજા ગામ એમ બંને વિભાગ અલગ પડી ગયા. છતાં બીજો ભાગ "સાડત્રીસ" નામથી આજ સુધી ચાલુ છે. જેમાં નીચે પ્રમાણે ગામો છે. તેમાં ત્રણ જથા છે.
 
(૧) જૂથમાં (૧૮) : ખેડા, પલાણા, ડભાણ, પીપલજ, ત્રાજ, ડાકોર, તારાપુર, ગલિયાણા, પચેગામ, વરસડા, એરેજ, અલીંદ્રા, ભડકદ, નાર.
 
(૨) જૂથમાં (૧૩) : પેટલાદ, વિરોલ, સીમેડા, કાવિઠા, સીહોલ, બોરસદ, નિસરાયા, વરાવ, નાપા, બોચાસણ વગેરે.
 
(૩) જૂથમાં (૫): મહુધા, ફિણાવ, વડથલ, ખડોલ, રૂંદણ, વણસોલ તથા કડી, રૂપપરૂ.
 
બધાં જુના શ્રીગૌડ માળવી ગણાય છે. અઢાર ગામના જૂથના શ્રી મહાલક્ષ્મી ખેડામાં છે. તેરગામના જૂથના શ્રી મહાલક્ષ્મી કાવિઠા માં છે. પંચગામના જૂથના શ્રી મહાલક્ષ્મી મહુધા માં છે. આ પક્ષના આશરે ૨૫૦ ઘર છે. "શ્રીગૌડ વિજય" નામે આ પક્ષનું એક નાનું પુસ્તક છે.