બ્રાહ્મણોત્પત્તિ માર્તંડ માં જણાવ્યું છે કે "મેડત (ઉર્ફે) મેરટ- મેડતમાં વાસ કરનારા મેડતવાળ કહેવાયા" "શ્રીગૌડ પ્રકાશ" માં પણ તેમજ કહે છે.મેડત એટલે મેરઠમાં વાસ કરનારા શ્રીગૌડ બ્રાહ્મણો મેડત વાળ કહેવાયા.
આ જ્ઞાતિના મુખ્યત્વે વસવાટ કરનાર સુરત, બુરાનપુર, અમદાવાદ, પાટણ, વિરમગામ, રાધનપુર, ધોળકા, ઢવાણા, દેથલી, બાંટવા, પાટડી, હારીજ, અડાલજ, સુઘડ, કોલવડા, વાસણા, પીપળજ, પેથાપુર, સરઢવ, સરગાસણ, બોરીજ, ઘ્વારકા, ખંભાત, નડિયાદ, વડોદરા, મુંબઈ અને અન્ય સ્થળે છે.
શ્રીગોડ (પ્રવાળીયા) પક્ષ ઘણા વર્ષોથી સમસ્ત શ્રીગોડ સમાજ ના ઘટક પક્ષ તરીકે સંકળાયેલો છે. શ્રીગોડ પ્રવાળીયા પક્ષની વ્યવસ્થાના ઇતિહાસની આછી પાતળી માહિતી રજુ કરતા હર્ષ અનુભવીએ છીએ. શ્રીગોડ પ્રવાળીયા પક્ષના મૂળ વાગડ રાજસ્થાન વાંસવાડા, ડુંગરપુર પ્રદેશથી માઈગ્રેન થઈ ગુજરાતમાં પોતાના વ્યવસાય માટે આવ્યા. (પ્રવાળ-મોતી) વગેરેનો વેપાર કરનાર પ્રવાળીયા શ્રીગોડ કહેવાય. તેમ મણિલાલ ગોપાળજીએ ગૌડ બ્રાહ્મણના ઈતિહાસમાં જણાવેલ છે.
જે જે સ્થળોએ જે જે જ્ઞાતિઓએ વસવાટ કર્યો, તે તે સ્થળના નામ ઉપરથી તે જ્ઞાતિ ઓળખાવા લાગી; આ નિયમ પ્રમાણે આ પક્ષના શ્રીગૌડ બંધુઓએ મૂળ કાશ્મીરનું નામ રાખી " કાશ્મીરિયા પક્ષ " તરીકે ઓળખાવા લાગ્યા. આ પક્ષ "૨૦૦ ઘરના સમૂહ" તેમજ " કાશ્મીરિયા બસો" ના નામથી ઓળખાય છે. આ પક્ષના બ્રાહ્મણોની વસ્તી ખાસ કરીને મધવાસ, વીરપુર, શહેરા, ગોધરા, લુણાવાડા, કાકંણપુર, કાંટડી, દેવગઢ બારીયા, કાલોલ, ડાકોર, અમદાવાદ, વડોદરા વગેરે શહેરોમાં છે.
ધોળકીયા પક્ષના બ્રાહ્મણો મૂળ સિધ્ધરાજ સોલંકી ના વખતમાં તેમજ તે અગાઉ આવેલા છે અને તેમનો વસવાટ ધોળકા શહેર તેમજ તેની આજુબાજુ ના ગામોમાં હતો. એટલે તે નામથી તેઓ ઓળખાય છે. ધોળકામાં વસતા શ્રીગૌડ બ્રાહ્મણો ધવલપક્ષ તરીકે ઓળખાતા પણ જયારે તે બહાર નીકળ્યા ત્યારે ધોળકિયા તરીકે ઓળખાયા. સોલંકી વંશના અસ્તકાળ પછી તેઓ સ્થળાંતર કરીને પંચમહાલ જિલ્લામાં આવીને વસેલા છે. તેઓને લુણાવાડા, બારીયા વગેરે દેશી રજવાડાના રાજાઓએ આશ્રય આપ્યો હતો.
આ પક્ષ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં આવેલ ગામો જેવા કે ગોંડલ,ગોવાના વિગેરે ગામોમાં. વિ.સં. ૧૯૭૧ માં એક મંડળ સ્થપાયું, ત્યારપછી વિદ્યાર્થી મંડળ સં. ૧૯૮૪ માં થયું અને પછી સં. ૧૯૯૬ માં યુવક મંડળ સ્થપાયું. આ બધાં મંડળો એકત્રિત થઈ ને " શ્રીગૌડ મેડતવાળ વિદ્યાર્થી યુવક મંડળ- મુંબઇમાં સ્થપાયું હતું. ઈ.સ. ૧૯૫૦ આ મંડળે સૌરાષ્ટ્ર નો નકશો બનાવી, તેમાં ભાગ બતાવી, ગામોના નામ આપ્યાં હતાં; અને તેનું વસ્તીપત્રક તૈયાર કર્યુ હતું. મુંબઈમાં શ્રીગૌડ મેડતવાળ પક્ષ સારું સંગઠન ધરાવે છે.
ઘણાં વર્ષો પૂર્વે ખંભાત અને ખેડા જિલ્લાના બીજા ગામ મળીને એક જથ્થો હતો. તેમાં લગભગ ૩૭ ગામો હતા. તેથી તે "સાડત્રીસ" ના નામે ઓળખાયો. ઘણાં વર્ષો આ નામ પ્રમાણે ચાલ્યા બાદ કોઈ કારણસર ખંભાત સાથેનો બંધ ઓછો થઈ ગયો અને (૧) ખંભાત તથા (૨) બીજા ગામ એમ બંને વિભાગ અલગ પડી ગયા. છતાં બીજો ભાગ "સાડત્રીસ" નામથી આજ સુધી ચાલુ છે. જેમાં નીચે પ્રમાણે ગામો છે. તેમાં ત્રણ જથા છે.
લુણાવાડાના જુના શ્રીગૌડના ૨૦૦ ઘરનો જથ્થો જેઓ સ્થાયી રહ્યા તેઓ ગૃહસ્થ પક્ષ મોટા તડ ના નામે ઓળખાયા. જુના શ્રીગૌડ ના મોટાં સેન્ટરો…. લુણાવાડા, શહેરા, કાંકણપુર, જેઠોલી, રમોસ વિગેરે પણ વખત જતાં જ્ઞાતિબંધુઓ નોકરી-ધંધા માટે બહાર નીકળતા થયા, અને અમદાવાદ,વડોદરા, મુંબઈ એમ સ્થાયી વસવાટ કર્યો અને તે મોટાં સેન્ટરો લગભગ ખાલી થઈ ગયાં.
ગૃહસ્થ પક્ષ ના આંતરિક કારણોસર નાના જૂથમાં પેરવાયેલ ૧૦૦ ઘરના જુના શ્રીગૌડ ને નાનું તડ કહેવાય છે. જેમાં મુખ્યત્વે ગામો ખારોલ, કોઠમબા,વાડી, વનોડા, વલ્લભપુર, રેણા, કુણી, સેવાલિયા, અંગાડી, દેહોલીયા , ટીમ્બા, સાંડાસાલ, ડેસર, જંત્રાલ, ઠાસરા, કાલસર, ભદ્રાસા ,ઢુણાદ્રા, ડાકોર, ઉમરેઠ, લીંગડા, ખંભોળજ, વડોદરા, ભેટાસી, ગોધરા, બાયડ, અમદાવાદ વગેરે હતા. નાના તડે “શ્રીગોડ શુભેચ્છક મંડળ ” નામનું મંડળ સને ૧૯૧૬ માં ઉભું કર્યું છે.
શ્રીગૌડ બ્રાહ્મણોને મહારાજા સિધ્ધરાજ જયસિંહે માળવા થી બોલાવી ને ખંભાતમાં વસાવ્યા હતા. તેથી બધા શ્રીગૌડ માળવી કહેવાયા. જૂના અને નવા બેઉ પક્ષના શ્રીગૌડોની વસ્તી સારા પ્રમાણમાં હતી. અહીં મેતડવાળ શ્રીગૌડ બ્રાહ્મણ પણ થોડા પ્રમાણમાં વસતા હતાં. ત્રણે પક્ષના શ્રીગૌડો વિ.સં. ૨૦૨૦ ના જેઠ સુદ ૮ તા. ૧૭/૦૬/૬૪ ના રોજ એકત્ર થઈ ગયા. તે બધા “શ્રીગૌડ માળવી” નામથી ઓળખાય છે.
Coming Soon
ડેરોલ પક્ષના બ્રાહ્મણો કાલોલ પાસે આવેલા ડેરોલ ગામના નામ પરથી ઓળખાય છે. ડેરોલ ગામ ઉપરથી ડેરોલા નામ પડ્યું. કાલોલ માં ૧૩૫ ડેરોલ પક્ષ ને ૧૩૫ માળવી પક્ષ છે.
આ પક્ષ ના મુખ્યત્વે વડોદરા,સાવલી,ગોત્રી,નડિયાદ,ડાકોર,ડેસર,કાલોલ વિગેરે ગામોમાં વસેલ છે
(૧) ખારોલા પક્ષ : ખારોલા (પંચમહાલ) ગામ ઉપરથી ખારોલા નામ પડ્યું છે. ખારોલા પક્ષ ના ખાસ કરી ને લીંગડા, વનોડા,શહેરા,જંત્રાલ,ડાકોર અને ખારોલ માં આવેલ છે. આ જૂથ ને નાના ગૃહસ્થ તડના તરીકે પણ ઓળખે છે.