જન્મ તારીખઃ ૨૫ જુલાઈ ૧૯૩૨
તેઓનું મૂળ વતન ઉમરેઠ, પણ હાલ ૧૨૨, યોગેશ્વરનગર, ગાયત્રીનગર પાસે, ગોત્રી, વડોદરામાં રહે છે. તેમનો ફોન નં ૨૬૫-૨૩૭૧૭૦૫ છે.
તેઓને વંશપરંપરાગત જ્ઞાન તેમના પિતા તથા ગુરુવર્ય કૃષ્ણાત્રિ તરફથી પ્રાપ્ત થયું. વ્યવસાયે તેઓ પ્રખર જ્યોતિષ, યાજ્ઞિક ઉપરાંત આ જ વિષય પર અનેક પુસ્તકો લખનાર લેખક પણ છે. તેઓ તેમના વતન ઉમરેઠ, સુરત અને વડોદરા વગેરે શહેરોને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી ચૂક્યા છે. વર્ષ ૧૯૫૪માં પી.જી.ડી.એચ.એ કરેલું.
તેમના ક્ષેત્રમાં તેઓએ બહુમૂલ્ય પ્રદાન કરેલ છે. ૧૯૫૦માં ૧૮ વર્ષની વયે ઉમરેઠ પધારેલા સ્વામીશ્રી રામમૌન પ્રભુની બે પુત્રીઓ-મનોરમા અને શશી ને હિન્દી ભાષામાં સંસ્કૃત, જ્યોતિષ વિષયનું શિક્ષણ આપ્યું હતું. ૧૯૯૨માં સુરત ખાતે અંબિકાનિકેતનની પાઠશાળામાં જ્યોતિષવગી લીધા હતા. આ જ સંસ્થા દ્વારા ૧૯૯૩ થી ગુજરાતી અને હિન્દી ભાષામાં પ્રકાશિત થતા પંચાંગ મંગલપર્વ સાથે પણ તેઓ વર્ષોથી જોડાયેલ છે.
ગુજરાત (રાજ્ય) સંસ્કૃત સાહિત્ય એકેડમી દ્વારા પ્રતિવર્ષ વેદ શાસ્ત્રમાં પારંગત વેદ પંડિતોનું સન્માન કરવામાં આવે છે. ગાંધીનગર, ટાઉનહોલમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી આનંદપ્રસાદ પુરુષોત્તમદાસ જોષી (યજુર્વેદ) ને ૨૦૦૮-૦૯ ના વર્ષનું આ સન્માન તા. ૧ર-૭-૧૦ના રોજ રૂ. પ૦,૦૦૦ અને તામ્રપત્ર આપી શાલ ઓઢાડી અર્પણ કર્યું હતું.
નિવૃત્તિ પછી પણ વડોદરાના ઘરમાં બેસીને ઉત્તમકક્ષા ના જ્યોતિષ, યાજ્ઞિકી વિષયક લેખો વિવિધ સામયિકોમાં તથા પુસ્તક પ્રકાશન માટે તેઓ આપતા જ રહ્યા છે.
વિશિષ્ટ સન્માન :- અખિલ ભારતીય બ્રહ્મ જ્યોતિર્વિદ ફાઉન્ડેશન, રાજકોટ તરફથી 'જ્યોતિષ ભાસ્કર'
- ઓલ ઇન્ડિયા એસ્ટ્રોલોજી યુનિ.તરફથી 'જ્યોતિષ સાગર'
- ઓલ ઇન્ડિયા એસ્ટ્રો. એસો. અમદાવાદ તરફથી ગુ.યુનિ સેનેટ હોલમાં શાલ ઓઢાડી સન્માન
- ઓલ ઇન્ડિયા એસ્ટ્રોલોજી યુનિ. અમદાવાદ તરફથી 'જ્યોતિષ ભૂષણ'
- 'જ્યોતિષ વિઘામંદિર, મુલુંડ, મુંબઈ ત૨ફથી 'જ્યોતિષ દેવર્ષિ'ની માનદપદવી અને બે મેડલ
- પાથિક દિવ્યપથ, ગાંધીનગર તરફથી નડિયાદ મુકામે 'પથદર્શક'
- વિશ્વમાધ્યમ માસિક, ભાવનગર તરફ થી 'ઉમરેઠ રત્ન'
- અખિલ ગુજરાત એસ્ટ્રો, સો. અમદાવાદ તરફથી એવોર્ડ અને જ્યોતિષ રત્નની માનદ પદવી
તેઓનાં પ્રકાશિત થયેલાં પુસ્તકો : (૧) જ્યોતિષ પ્રદીપ ભા.૧-૨ (૨) મેળાપક દીપિકા (૩) શ્રીયંત્ર સૂક્ત (૪) શનિ માહાત્મ્ય (પ) શિવ પૂજન (૬) હરિતાલિકા વ્રત પૂજન (૭) શુક્રાદિ સ્તુતિ (૮) મંત્ર પરાગ (૯) કવચ સંગ્રહ (૧૦) અક્ષાંશ-રેખાંશ (૧૧) બારન જ્યોતિષ (૧૨) રાવણ સંહિત (૧૩) નારદ સંહિત (૧૪) આચાર્ય સંહિતા (૧૫) શાંતિ પ્રયોગ (૧૬) બારમાસની એકાદશી વ્રત (૧૭) દેવી પૂજન (૧૮) ભૃગુસંહિતા જેવાં ૧૫ તથા ગણેશ ઉપાસના જેવા અનેક પુસ્તકો દ્વારા સમાજને પ૩ પુસ્તકો મળ્યાં છે. ગુહસ્ય પક્ષ નાના તડના શ્રી જોષીને વેદજ્ઞ, વેદપંડિત, લાઈફ ટાઈમ એચિવ મેન્ટ એવોર્ડથી સન્માનિત થયેલ છે.